
નંદબાવાને માતા જશોદાજી સાંભરે
મમતા મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં…..[નંદબાબાને]
સોના રૂપાનાં અહીં વાસણ મજાનાકાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં…..નંદબાબાને
છપ્પનભોગ અહીં સ્વાદનાં ભરેલાંમાખણની લોટી મારી રહી ગઈ ગોકુળમાં…..નંદબાબાને
હીરા મોતીનાં હાર મજાનાંગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં ……નંદબાબાને
હીરા માણેકનં મુગુટ મજાનામોરપીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં…….નંદબાબાને
હાથી ને ઘોડાની ઝૂલે અંબાડીગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં …નંદબાબાને
સારંગીના સૂર ગૂંજે મજાનાવ્હાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં …….નંદબાબાને
રાધાજીને એટલું કહેજો ઓધવજીઅમીભરી આંખ્યું મારી રહી ગઈ ગોકુળમાં …..નંદબાબાને
પીળા પીતાંબર જરકસી જામાકાળી કાળી કામળી મારી રહી ગઈ ગોકુળમાં …..નંદબાબાને
મા જેમ જેમ ઘરડી થતી જાય છે તેમ તેમ તેનું વાત્સલ્ય યુવાન થતુ જાય છે !!
- રોહિત શાહ
જય શ્રી કૃષ્ણ
