Thursday, December 20, 2007

તમે પહેલા કોળિયો ભરો





રાજભોગ આરોગો પછી આ પાનનુ બીડું આપીએ છીએ એ અમારી ભાવના છે.
મીરા ના આંસુ અને શબરીના બોર તમે નહિં ચાખો તો કોણ ચાખશે?

- શ્રી સુરેશ દલાલ

દર્શન - રાજભોગ

સ્વર - હેમા દેસાઈ
સંગીત - આશિત દેસાઈ
રચના - સુરેશ દલાલ



તમે પહેલા કોળિયો ભરો
અમે પછીથી ખાશું
નેણની ઝીણી ઝારી લઈને
જમના જળને પાશું ...

ભાવનાઓ છે પાનનું બીડું
એને મુખમાં રાખો
મીરા ને શબરીની ભકિત
હળવે હળવે ચાખો
અમે વ્હાલથી વીંઝણો કરીએ
ગીત તમારા ગાંશુ....

તમે ખાઓને તૃપ્તિ અમને
એવી અમારી પ્રીત
રોમરોમથી જુઓ વહે છે
મુરલીનું સંગીત
અમે તમોને જોતાં-જોતાં
કદી નહીં ધરાશું,,,,
Share/Bookmark