
દર્શન સમય - ઉથાપન
ll ઈશ્ર્વરના સાન્નિધ્યમાં તડકો પણ મોરપીંછ જેવો સુંવાળૉ લાગવાનો અને તડકાનો પણ એક સ્વાદ છે તે શ્યામના માખણ જેવું. ll
-શ્રી સુરેશ દલાલ
સ્વર - હેમા દેસાઈ
સંગીત - આશિત દેસાઈ
શબ્દ રચના - સુરેશ દલાલ
સાંજ પહેલાંની સાંજ ઢળી છે
શ્યામ હવે તો જાગો
તમે અમારા રોમરોમમાં
થઈ વાંસળી વાગો...
મોરપીંછનો મબલખ તડકો
સાવ સુંવાળો લાગે
તડકો પણ આ સંગ તમારે
માખણ જેવો લાગે
તમે અમારી જેમ શ્યામજી
સંગે અમારો માંગો...
વૃન્દાવનમાં હરશું-ફરશું
ગાશું ગીત અનેરા
કોઈ વૃક્ષની છાંયઃ પછી
તોગિરીધર મેરા મેરા
શ્યામ તમારી સાથે મારો
જનમ જનમનો લાગો..
