
સંગીત - બ્રિજ જોષી
સ્વર - રૂપકુમાર રાઠોડ, અલકા યાજ્ઞિક, દિપાલી ભટ્ટ, વિજય પરમાર, મહાલક્ષ્મી,
પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી ઇન્દીરા બેટીજી મહોદયાશ્રી "શ્રાવણી" રચિત પદોના આધારે " વૈષ્ણવ હૈ હમ વૈષ્ણવ હૈ " નામનું આ ઓડિયો આલ્બમ શ્રી વ્રજધામ મંદિર,વડોદરા ના દશાબ્દિ મહોત્સવ પ્રસંગે શ્રી યમુના નિકુંજ, લેસ્ટર,યુ.કે. ના સહયોગથી રજુ થઈ રહેલ છે.
રચના - પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી ઇન્દીરા બેટીજી ("શ્રાવણી")
સ્વર - મહાલક્ષ્મી
સંગીત - બ્રિજ જોષી
કેસર ભીના કંકુ પગલાં, આંગણિયે પધરાવો રાજ
શ્રીજી બાવા દોડી આવો, દર્શન દેજો અમને આજ
પાંપણ પર તરિયા તોરણિયે તારલિયા ટંકાવુ રાજ
ચાદરણું મુખનું દેખીને દિલ દરિયા છલકાવું આજ
ખોબા જેવા ખોરડિયામાં તેજ કિરણ ફેલાવું રાજ
મનભૂમિ વ્રજભૂમિ થાશે તુલસીવન મ્હોરાવું આજ
નયન અમારૂ છીપલું થાશે રૂપ તમારૂં મોતી રાજ
કહે "શ્રાવણી" લીલાધારી મનમાં રૂપ મઢાવું આજ
