Monday, December 27, 2010

શ્રીજી બાવા દિન દયાળા





શ્રીજી બાવા દીન દયાળા ભકત તમારો જાણજો

હરિગુણ ગાતાં દોષ પડે તો સેવા અમારી માનજો

હું અપરાધી કાંઇ ન સમજયો નામ તમારાં અપાર છે

દાસ ઉપર દયા કરો તો ગુણ તમારા ગાય છે

ઓ દીન બંધુ ઓ રે દયાળુ પ્રાથઁના કરું કરઞરી

દાસ ઉપર દયા કરો તો ફ઼ેરે જન્મના ધરું ફ઼રી

ગૌલોકવાસી વૈકુંઠવાસી બુધ્ધિ અમારી સુધારજો

જન્મ મરણનાં બંધન છૂટે એવી ભક્તિ અમને આપજો

અંત સમયે પ્રભુ દયા કરીને દશઁન દેવા આવજો

દાસ ઉપર દયા કરીને ચરણ કમળમાં રાખજો


Share/Bookmark